About Gujarati Department

Home About Gujarati

શ્રી રામજી રવજી લાલન કોલેજ, ભુજ 

ગુજરાતી વિભાગ ગુજરાતી સાહિત્ય અને વિષય પ્રત્યે રુચિ વિકસે, તે લક્ષ્ય સાધિત કરવા અભ્યાસ અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ યોજાતું રહે છે. જેમાં વિભાગના સર્વે અધ્યાપકોનું યથાયોગ્ય પ્રદાન રહેલું છે. ડૉ. કનુભાઈ જાની, ડૉ. રમેશ શુક્લ, ડૉ. ધીરેન્દ્ર મહેતા, ડો. દર્શના ધોળકિયા જેવા સાહિત્યસર્જકોએ પોતાના સાહિત્યક્ષેત્રના વિશિષ્ઠ પ્રદાનનો પણ અનાયાસ વિભાગને લાભ આપ્યો છે. વિદ્યાર્થીઓનું અધીત વૃદ્ધિ પામે તેવાં સેમીનાર, કાર્યક્રમો, સંગોષ્ઠી, વક્તવ્યો વગેરેનું વિભાગ મધ્યે અવારનવાર આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અને એમાં પણ ખાસ સામાજિક અને આર્થિક સ્તરે કારકિર્દીક્ષેત્રે પણ વિદ્યાર્થી આગળ ધપે તે પ્રકારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. હાલ વિભાગમાં ડૉ. ચૈતાલી ઠક્કર, પ્રા. નીલુ ગોહેલ, ડૉ. રાજેન્દ્ર બાંભણિયા કાર્યરત છે.